Athashree | Gujarati Books Paperback (Jignesh Adhyaru)

361.00

9789384780470

In stock

SKU: 9789384780470 Category: Tags: , , ,

શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે?

આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે.

Weight 340 g