
Vandevta | Jal Jungal Ane Jamin Mate Sangharsh Karnar Aadivasiona Bhagvan Birsa Mudani Kahani | Gujarati Book Hardcover (Raj Bhaskar)
9789393223982
Out of stock
અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર આદિવાસી વીરપુરુષ ભગવાન બિરસા મુંડાની કહાની…
એવું કહેવાય છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમના હાથમાં બાઇબલ હતું અને આપણા હાથમાં જમીન, પરંતુ એ ગયા ત્યારે આપણા હાથમાં બાઇબલ રહી ગયું અને એમના હાથમાં જમીન. આ એક જ વાક્યમાં અંગ્રેજોના ષડ્યંત્રની સમગ્ર કહાની બયાન થઈ જાય છે. એ લોકો ભારત લૂંટવા આવ્યા હતા અને એ માટે એમણે ધર્માંતરણનો પણ મોટા પાયે ઉપયોગ કર્યો હતો, પણ અંગ્રેજોના આ અત્યાચારોનો જડબાતોડ જવાબ આપ્યો આદિવાસી વીર પુરુષ બિરસા મુંડાએ. તેમણે હજ્જારો મુંડા આદિવાસીઓમાં હિંમત જુટાવીને જળ, જંગલ અને જમીન માટે સંઘર્ષ કર્યો અને અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાંખ્યા. આજેય બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પૂજાય છે અને ‘ધરતી આબા’ એટલે કે ‘જગતપિતા’ તરીકે સૌ એમને માન આપે છે. બિરસા મુંડા ભારતના આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક છે. માત્ર ૨૫ વર્ષની વયે આદિવાસીઓના હકો માટે લડતાં લડતાં શહીદ થનારા બિરસા ભારતનું ગૌરવ છે. એમણે ભારત વર્ષની આઝાદીના ઇતિહાસમાં વીરતાનું એક અનોખું પ્રકરણ ઉમેર્યું છે, જેના માટે આપણો ઇતિહાસ સદૈવ એમનો ઋણી રહેશે. આવા મહાન વીરપુરુષ ભગવાન બિરસાના સંઘર્ષ, સાહસ, વીરતા અને દિવ્યજીવનની આ કહાની નવલકથા રૂપે આ પુસ્તકમાં પ્રકાશિત કરી છે. બિરસાના મૃત્યુને આજે 121 વર્ષ વીતી ગયાં છે. ભારતની આઝાદીનાં 75 વર્ષ થયાં છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના આ અવસરને અમે આ પુસ્તક-પુષ્પના તોરણથી આવકારી રહ્યા છીએ. અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર ભગવાન શ્રી બિરસા મુંડાને આ પુસ્તક થકી અમે શબ્દરૂપી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.
| Weight | 500 g |
|---|