Pachha Farata | Gujarati Book Paperback (Varsha Adalja)

158.00

9789393795045

In stock

SKU: 9789393795045 Category: Tags: , , ,

પિતાના બંગલાની આ ઊંચી અને અડીખમ દીવાલોની પેલે પાર શ્યામા ચાલી ગઈ હતી, અને આજે વીસ વર્ષ પછી એ કેડી પર પોતાના ભૂંસાયેલા શૈશવનાં પગલાં શોધતી એ પાછી ફરી હતી. ક્ષણભર એ મોટા તોતિંગ દરવાજાની વચ્ચે ઊભી રહી. ઓહ! આટલાં વર્ષો આ ઘરને જાણે સ્પર્શ્યાં વિના જ વહી ગયાં હતાં, અને છતાં કેટકેટલું બની ગયું હતું! ઉદાસ મને શ્યામાએ એક પગલું ભર્યું અને – –અને પછી શું શું બન્યું હતું અને બનવાનું હતું એ એક ઘેરું રહસ્ય છે. રહસ્યકથાઓને આપણે ત્યાં માનભર્યું સ્થાન નથી મળ્યું; પણ રહસ્યકથા એટલે ખૂની ખંજર કે બોલતી ખોપરી માત્ર નહીં, એથી જુદું જ, કશુંક નિરાળું. ખુદ માનવમન કેવું રહસ્યમય છે! મંદિરના ગર્ભદ્વારની જેમ – આછા અંધકારમાં થોડું ભયાવહ અને અજ્ઞાત, થોડું પ્રકાશિત અને સુંદર. એ રીતે જુઓ તો દરેક કથા એક રહસ્યકથા જ છે. પણ રહસ્યકથાઓની હંમેશાં પ્રચલિત અર્થમાં ગણના થતી રહે છે. ખોટો સિક્કો સાચા સિક્કાને ચલણમાંથી કાઢી મૂકે છે.

Weight 140 g