Kimkartavyamudha | Gujarati Book Paperback (Kunal Gadhavi)

192.00

9789395339322

Out of stock

SKU: 9789395339322 Category: Tags: , , ,

‘કિંકર્તવ્યમૂઢ, અસ્તિત્વથી મુક્તિ સુધી..’’

કુણાલ ગઢવી લિખિત અદ્યતન નવલકથા, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ, તેના સંઘર્ષ, મથામણ, સફળતા, નિષ્ફળતા, ચિંતા, ઉદ્વેગ, માન મોભા માટે સતત થતી ઝંખના અને અકળાવી મૂકે તેવા અંતરમન વચ્ચે ઝોલા ખાતા નવયુવાનોની કથા છે.

ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, અને હિમાચલ પ્રદેશની પૃષ્ઠ ભૂમિ પર રચાયેલી આ કથામાં પરીક્ષાર્થીઓના સંઘર્ષ અને મહત્ત્વાકાંક્ષાઓ સાથે મુખર્જીનગર, દિલ્હી ખાતે થતી તૈયારીઓનો પણ સુમેળ સાધ્યો છે. વળી, મથુરાની હોળી, લાહોલ સ્પીતિ, બૌદ્ધમઠનું જીવન, પોંડીચેરીનો ઓરોવિલે આશ્રમ દ્વારા અધ્યાત્મ અને પ્રણયનો પણ સંગમ થયો છે.

એમાંય વળી, બ્રાઝિલના ટીચર અને વિદ્યાર્થીઓ સાથે થતી આંતર-ધર્મીય, આંતર-સાંસ્કૃતિક અને આંતર પ્રાંતીયતાની ઓનલાઇન ચર્ચાઓથી એક અનોખું ચિત્ર ખડું થયું છે.
દરેક વ્યક્તિની પોતાની આગવી ગરિમા હોય છે તેવું સ્પષ્ટપણે માનતા લેખકે નવલકથાના દરેક પાત્રમાં વિશેષ અને અતરંગી પ્રાણ અને રંગો પૂર્યા છે. વધુમાં, કૃષ્ણ અને બૌદ્ધ ધર્મના તંતુઓને પણ રોજિદા જીવનમાં વણી લીધા છે.

Weight 260 g