Hu Krishna Chu Vol 3 : Gujarati Books Paperback (Deep Trivedi)

299.00

9789384850456

In stock

‘હું કૃષ્ણ છું – દ્વારકા – સ્વપ્નોથી વાસ્તવિકતા સુધીની સફર’ બેસ્ટસેલિંગ ‘હું મન છું’નાં લેખક દીપ ત્રિવેદી દ્વારા લિખિત ‘હું કૃષ્ણ છું’ શ્રૃંખલાનું ત્રીજું પુસ્તક છે. આ પુસ્તકમાં કૃષ્ણનાં જીવન સાથે સંકળાયેલા અનેક મુખ્ય સવાલોનાં જવાબ મળે છે. જેમ કે: કૃષ્ણએ દ્વારકા નગરી શા માટે વસાવી? કૃષ્ણએ પોતાની પ્રાણપ્યારી રુક્મિણીનું અપહરણ કેમ કર્યું? એવી શું મજબૂરી હતી જેથી કૃષ્ણને આર્યાવર્તની રાજનીતિમાં ઝંપલાવવું પડ્યું?

‘હું કૃષ્ણ છું’નાં પહેલા ભાગને મળેલ ભવ્ય પ્રતિસાદ પછી તેને વર્ષ 2018 નાં Crossword Book Awards નાં ‘Best Popular Non-Fiction’ કેટેગરીમાં પણ નામાંકિત થઈ ચૂક્યા છે.

‘હું કૃષ્ણ છું’માં કૃષ્ણનાં જીવનને પંદરથી પણ વધુ પૌરાણિક ગ્રંથોમાં રિસર્ચ કર્યા બાદ શ્રેણીબદ્ધ રીતે લખવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણનાં પ્રત્યેક કર્મની પાછળનાં સાયકોલૉજિકલ કારણો ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આત્મવાર્તાની શૈલીમાં લખાયેલ કૃષ્ણની જીવન યાત્રા આ આત્મકથામાં વાચકોને બતાવવામાં આવે છે કે કઈ રીતે કૃષ્ણએ પોતાની ચેતનાને સહારે જીવનનાં બધાં યુદ્ધ જીત્યાં અને એ શિખર ઉપર જઈને વિરાજમાન થયા કે તેમને ફક્ત જાણતા જ નથી, બલ્કે તેમની બાબત જાણવા માટે ઉત્સુક પણ છે.

કેમકે પુસ્તકનાં લેખક સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સના અગ્રિમ પ્રણેતા છે, તેથી તેમણે કૃષ્ણની સાયકોલૉજી પર પ્રકાશ પાડ્યો છે, જેથી વાચક એ સમજી શકે કે કૃષ્ણએ જે કર્યું, એ શા માટે કર્યું. ‘હું કૃષ્ણ છું’ નિમ્નલિખિત શાસ્ત્રોમાં રિસર્ચ કર્યા બાદ લખવામાં આવ્યું છે: મહાભારત, શતપથ બ્રાહ્મણ, ઐતરેય આરણ્યક, નિરુક્ત, અષ્ટાધ્યાયી, ગર્ગ સંહિતા, જાતક કથા, અર્થશાસ્ત્ર, ઇંડિકા, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભાષ્ય, પદ્મ પુરાણ, માર્કન્ડેય પુરાણ, કૂર્મ પુરાણ…

 

Weight 325 g