Dhanurdhar | The Archer | Gujarati Books Hardcover (Paulo Coelho)

185.00

9788195041527

In stock

‘ધ એલકેમિસ્ટ’ના લેખક અને બેસ્ટસેલર ઓથર પૉલો કોએલોની ‘ધી આર્ચર’ની ગુજરાતી આવૃત્તિ ‘ધનુર્ધર’ પ્રકાશિત થઇ ચુકી છે. જેનો ગુજરાતી અનુવાદ ચેતન શુક્લ દ્વાર થયો છે અને કવર ટ્રાન્સલેશન નીતિન ભટ્ટે કર્યું છે. આ પ્રેરણાદાયી કથામાં એક યુવાન એક વયસ્ક પાસેથી કઇ રીતે શાણપણ અને વ્યવહારુ જીવનની રીત શીખે છે તેનું રસાળ આલેખન પ્રસ્તુત થયું છે. ધનુર્વિદ્યામાં બેજોડ પ્રતિભા ધરાવતા તેત્સુયા પાસે એક જિજ્ઞાસુ યુવક તેના જીવનના જટિલ પ્રશ્નોના ઉકેલ માટે આવે છે, ધનુર્વિદ્યામાં સફળ તીરંદાજી માટેની તમામ કરતબો પણ સફળ જિંદગી માટેની પૂર્વશરત છે. નિષ્ફળતાનો ડર કે જિંદગીની અવગણના ક્યારેય સફળ જિંદગી આપી નથી શકતા. આત્મા અને કાર્ય વચ્ચેનું અનુસંધાન ન હોય તો જીવન જીવવાનો કોઇ અર્થ રહેતો નથી. જીવનની ટીન-એજ અવસ્થામાં જ આ પુસ્તકની વિદ્યા જીવનમાં કામિયાબી આપી શકે – સમજણ આપી શકે છે. મિત્રોને ભેટ તરીકે આપેલું આ પુસ્તક જિંદગીની અમૂલ્ય ભેટ બની શકે છે.

Weight 210 g