Ashwathama : Gujarati Book Paperback (Ashutosh Garg)

239.00

9789355430861

In stock

તેને નિયતિની વિડંબના જ કહીશું કે મહાભારતની ગાથાનું એક મહત્ત્વપૂર્ણ અને અમર પાત્ર હોવા છતાં, અશ્વત્થામા હંમેશાં ઉપેક્ષિત રહ્યો છે. પૌરાણિક સાહિત્યમાં અશ્વત્થામા સહિત બીજા પણ લોકો છે જેમને અમર માનવામાં આવે છે, પરંતુ જ્યાં અન્ય લોકોને અમર હોવાનું ‘વરદાન’ પ્રાપ્ત થયું, ત્યાં જ અશ્વત્થામાને અમરત્વ ‘શાપ’માં મળ્યું હતું!
યુદ્ધની કથા હંમેશા નિર્મમ નરસંહાર, નિર્દોષોની હત્યા અને દુષ્કર્મોની કાળી શાહીથી લખવામાં આવે છે. તો પછી મહાભારત જેવા મહાયુદ્ધમાં અશ્વત્થામાથી એવા કયા બે અક્ષમ્ય અપરાધ થઈ ગયા હતા, જેના માટે શ્રીકૃષ્ણએ તેને એકાકી અને જર્જર અવસ્થામાં હજારો વર્ષો સુધી પૃથ્વી પર ભટકવાનો વિકટ શાપ આપી દીધો? તેના મનમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે શ્રીકૃષ્ણએ આટલો કઠોર શાપ આપીને તેની સાથે અન્યાય કર્યો હતો અથવા પછી તેની પાછળ ભગવાનનું કોઈ દૈવી પ્રયોજન હતું? શું અશ્વત્થામાના માધ્યમથી ભગવાન કૃષ્ણ આધુિનક સમાજને કોઈ સંદેશ આપવા ઇચ્છતા હતા?
મોટા ભાગે વિશ્વ અશ્વત્થામાને દુર્યોધનની જેમ કુટિલ અને દુરાચારી સમજે છે. લેખકે આ નવલકથામાં અશ્વત્થામાના જીવનના વણસ્પર્શ્યા પાસાઓને વ્યક્ત કરતા, એ મહાન યોદ્ધાના દૃષ્ટિકોણથી મહાભારતની કથાને એક નવા રૂપમાં પ્રસ્તુત કરી છે.

Weight 230 g