Anaradhar Bani : Prem Nagar Ka Ant Na Paya : Gujarati Book Paperback (Subhash Bhatt)

132.00

9789393223050

Out of stock

જીવન ક્યારે પણ રિયાઝનો સમય નથી આપતું. દરેક પળ આપણું પ્રથમ, અંતિમ અને એકમાત્ર પરર્ફૉર્મન્સ હોય છે. જીવન આપણને એક સાથે નથી મળતું, પણ પળ-પળના હપ્તામાં મળે છે. જેમ બધા રવિવાર એક સાથે ન મળે તેમ. આ ઝેન મૉમેન્ટમાં સમગ્રતાથી જીવવાનું હોય છે.
આ પળમાં છુપાયેલી રૂપાંતરણની અપાર સંભાવનાઓ છે.
આ પળે સીમ અને અસીમની પાર જઈ શકાય છે, અગાધ અને અમાપ જીવી શકાય છે.
આ પળે ઃ હદ અને અનહદ, નામ અને અનામનાં મિલનસ્થળે પણ જઈ શકાય છે.
આ પળ તો છે જ્યારે ઃ ગાનાર ગીત બની જાય છે અને ચાલનાર કેડી બની જાય છે.
આ પળ તો છે જ્યારે બ્રહ્માંડ આખું વાદ્યકાર લાગે છે અને અસ્તિત્વ એક સિમ્ફની લાગે છે.
આ પળ તો છે મુક્તિની. આખરે, મુક્તિ કોઈ સ્થળ કે સમય નથી પણ સમગ્રતાનો અનુભવ છે.
આપણું જીવન કોઈ દરખાસ્ત કે દસ્તાવેજ નથી. અરજી કે આવેદન નથી, અહેવાલનું વાચન કે નિરીક્ષણનું લેખન નથી. જીવન તો સમગ્રમાં છલાંગ મારવાનો સાદ છે, પરમને આલિંગન આપવાનું આહ્વાન છે.
આમ તો જીવન સ્વયં એક પરર્ફૉર્મન્સ છે — પ્રથમથી અંતિમ શ્વાસ વચ્ચેનું. ચાલો…

Weight 201 g